Site icon ચક્રવાતNews

આઠમો રાજયકક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ ઈડર ખાતે સંપન્ન

મોરબી: જીસીઈઆરટી ગાંધીનગર અને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત રાજ્યકક્ષાનાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન તારીખ 26 થી 28 ફેબ્રુઆરીનાં રોજ સાબરકાંઠાનાં ઈડર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતનાં દરેક જીલ્લામાંથી પસંદ થયેલ પાંચ-પાંચ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગ રજુ કર્યા હતાં. શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રમણલાલ વોરા અને નિયામક ડી એસ પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબી જિલ્લામાંથી પ્રથમ ક્રમે પસંદ થયેલ બેચરભાઈ ગોધાણી,બીજા ક્રમે સુષ્માબેન પડાયા,ત્રીજા ક્રમે વિમલભાઈ પટેલ,ચોથા ક્રમે પ્રવિણભાઈ વાટકિયા અને પાંચમા ક્રમે પસંદ થયેલ અમિતભાઈ તન્નાએ શિક્ષણક્ષેત્રે કરેલ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતાં.

Exit mobile version