Site icon ચક્રવાતNews

આર્મીમેન ને સરકાર દ્વારા અપાયેલી જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ

તાજેતર માં રાજ્ય સરકાર દ્વારા બીજા કોઈ ની જમીન પચાવી પાડનારરા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ પાછલા દિવસો માં સમગ્ર હળવદ પંથક માં લેન્ડ ગ્રેબિંગ ના કેસ માં દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે હળવદ ના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન ને સાંથણી માં અપાયેલી જમીન ખાલસા થઇ ગઇ હોવા છતાં આ જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધાઇ છે.


આ અંગે બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન અંબિકા પ્રસાદ ત્રિવેદીને સરકાર દ્વારા 1976માં સાંથણી માં ખેતરડી ગામ ની સીમ સરવે નંબર 183 પૈકીની જમીન સરકાર તરફથી ફાળવવામાં આવી હતી જોકે આ જમીન અંબિકા પ્રસાદ ત્રિવેદીને શેઢા પાડોશી ને વાવવા માટે આપ્યા બાદ સરકાર દ્વારા આ જમીન ખાલસા કરવામાં આવી હતી જે જમીન પરત મેળવવા અંબિકા પ્રસાદ ના ભાણેજ એવા રવિભાઈ એ કલેક્ટરનું અપીલ કરી હોય અને કેસ ચાલતો હોય તેઓ જમીન ઉપર ગયા હતા ગયા હતા ત્યારે આરોપી મૈયાભાઈ પેથાભાઈ ભરવાડ, જગા ભાઈ વહાભાઈ ભરવાડ, તથા લાલાભાઈ વીરાભાઇ ભરવાડે આ જમીનમાં લીંબુનું વાવેતર કરેલ હતું જ્યારે આ જમીન ખાલી કરવાનું જણાવતા આરોપીઓ એ ધમકી આપતા અને અહીંયા ફરીથી નહીં આવવાની ધમકી આપી હતી છે જેને પગલે આ જમીનનું કુલમુખત્યારનામું ધરાવતા રવિભાઈ એ આ અંગે અરજી કરતાં કરતાં હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ – રવી પરીખ હળવદ

Exit mobile version