ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા નિ:શુલ્ક હિમોગ્લોબીન તપાસ કાર્યક્રમ યોજાયો
Morbi chakravatnews
મોરબી: ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા આયોજીત નિ:શુલ્ક હિમોગ્લોબીન તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આયોજીત નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉમા ટાઉનશીપ ની બહેનો,ઉમા વિદ્યાસંકુલ, યુનિક સ્કૂલ, ભારતી વિદ્યાલય અને સાર્થક વિદ્યામંદિરની બહેનોની કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા તપાસ કરી જરૂરી દવા પણ આપવામાં આવી હતી. કુલ 1420 બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા બધી સ્કૂલ તથા ઉમા ટાઉનશીપની બહેનોએ ભારે જેહમત ઉઠાવી.