એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, ગાંધીધામ પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ) એ ડીવીજન પોલીસ સ્ટેશન ફસ્ટ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૨૦(બી) ,૪૨૭ નો આરોપી મહેશભાઇ પરબતભાઇ પરમાર રહે, જાજાસર તા.માળીયા(મિ) જી.મોરબી વાળો હાલે પોતાના ગામ જાજાસર ગામના ઝાપા પાસે આવેલ રામદેવપીરના મંદીર પાસે ઉભેલ છે જેથી બાતમીના આધારે તે જગ્યાએ તપાસ કરતા આરોપી મહેશભાઇ પરબતભાઇ પરમાર મળી આવતાં સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી માળીયા (મી) પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.