જબલપુર ખાતે ટંકારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
Morbi chakravatnews
મોરબી: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ ,જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી મોરબી તથા શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારાના સંકલનથી ટંકારા તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ગત શનિવારના રોજ ઓમ વિદ્યાલય જબલપુર-ટંકારા ખાતે યોજાયો હતો.
આ પ્રદર્શન સહ સ્પર્ધામાં સંકુલની કુલ ૨૪ શાળાઓએ ભાગ લીધો હતો. કુલ ૨૭ કૃતિ રજૂ કરવામાં આવી હતી અને સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં પ્રદર્શન નિહાળ્યું હતું.
દરેક વિભાગમાંથી પસંદગી પામેલ પ્રથમ કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેશે પ્રદર્શનમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શાળાઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગેશભાઈ ઘેટિયા, દિલીપભાઈ બારૈયા, વિજયભાઈ ભાડજા તથા હરેશભાઈ ભાલોડીયાએ જહેમત ઉઠાવી હતી.