જીપીસીબી અને નવોદય વિદ્યાલય ઘુંટુ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
Morbi chakravatnews
આજ રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ – પ્રાદેશિક કચેરી મોરબી અને શ્રી નવોદય વિધાલય – ઘુંટુ ના સંયુક્ત ઉપક્રમે શ્રી નવોદય વિધાલય ના પટાંગણ માં વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં વડ, પીપળ, લિમડો, કરંજ, આસોપાલવ અને બોરસલી જેવા આશરે ૨૦૦ જેટલા વૃક્ષો શાળાના વિધાર્થી દ્રારા સામાજીક વનિકરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં જીપીસીબી મોરબી ના અધિકારીઓ હાજર રહેલા હતા. તેમજ શાળાના સંચાલક ગણ બીપીનભાઇ કાંજીયા, કિરીટભાઇ સાણજા, પરસોતમભાઇ કૈલા, મહેશભાઇ બોપલિયા, હર્ષિતભાઇ અઘારા, કાંતિલાલ ચાવડા તથા શિક્ષક ગણ તથા હરેશભાઇ બોપલિયા એ ભારે જહેમત ઉઠાવેલી હતી.