Site icon ચક્રવાતNews

ટંકારાના સજનપર ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે ગીરધરભાઇ કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે ગીરધરભાઇ કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી

રાજેશભાઇ ભગવાનજીભાઇ સીણોજીયા રહે. સજનપર તા. ટંકારા, અશ્વીનભાઇ અરજણભાઇ સીણોજીયા રહે. મોરબી રવાપર રોડ વૈલભલક્ષ્મી સોસાયટી, ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા રહે. મહેન્દ્રનગર ચોકડી પ્રભુકૃપા સત્યમ એ-૨૦૩ તા.જી.મોરબી, દિવ્યેશભાઇ મનહરલાલ આદ્રોજા રહે. રહે. મોરબી રવાપર રોડ વૈલભલક્ષ્મી સોસાયટી, મહેન્દ્રભાઇ હસમુખભાઇ જીવાણી, રહે. મોરબી રવાપર કેનાલ પાસે વૈલભલક્ષ્મી સોસાયટી શેરી નં-૩, પ્રવિણભાઇ ખીમજીભાઇ ગામી રહે. સજનપર તા.ટંકારા, રમેશભાઇ સવજીભાઇ રૈયાણી રહે. સજનપર તા.ટંકારા વાળાને રોકડ રકમ રૂ. ૨,૪૫,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૪ કિં.રૂ. ૧૧,૦૦૦ તથા હોન્ડા સીટી કાર રજીસ્ટર નંબર- GJ-03- ML-7989 વાળીની કિં રૂ.૭,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૯,૫૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે સાત ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version