ટંકારામાં પશ્ચિમ ભારત મજુર અધિકારી મંચ દ્વારા બે દિવસય મીટીંગ યોજાઈ જેમાં મજુરોને તેમના અધિકારો વિશે માહિતી અપાઈ
Morbi chakravatnews
ટંકારા: તારીખ 28-29 માર્ચના દિવસે બે દિવસીય મિટિંગનું આયોજન ટંકારામાં ખજૂરા હોટેલમાં પશ્ચિમ ભારત મજુર અધિકાર મન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મજૂરોને પડતી સમસ્યા, મજૂરોના હક અધિકાર અને મજૂરોને મળતા ફાયદાઓ વિસે માહિતી આપવામાં આવી હતી.
આ મિટિંગનું સમગ્ર આયોજન એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચાવડાએ કર્યું હતું, જેમાં મહેમાનોમાં હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ, ડો. જ્યંતીભાઈ માકડીયા, CLRAમાંથી રોહિતભાઈ ચૌહાણ, સામાજિક અગ્રણી નાગજીભાઈ ચૌહાણ, એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ કલ્પના ચાવડા, રમેશભાઈ રાઠોડ, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ લાધવા, રનિંગ તાલુકા પંચાયત સદસ્ય જ્યંતીભાઈ સારેસા, ઈંજીનીયર કલ્પેશ પરમાર, બહુજન યોદ્ધા મુકેશભાઈ પરમાર હાજર રહ્યા હતા, તેમજ બહોળી સંખ્યામાં મજૂરો અને કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા.