Site icon ચક્રવાતNews

તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં બગસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનુ ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી માર્ગદર્શીત તેમજ તાલુકા પંચાયત તથા બી.આર.સી. ભવન માળિયા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૨ મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે યોજાયું હતું.

જેમાં બગસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિભાગ 5માં “પ્રથમ નંબર” મેળવી બગસરા પ્રાથમિક શાળા તેમજ બગસરા ગામનું ગૌરવ વધારેલ છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ (૧) પિપરિયા હરેશ મનજીભાઈ [ ધો-૮ ] (૨) પીપરિયા વિશ્વાસ નવઘણભાઇ [ધો-૭] મારદર્શક શિક્ષક બિમલ એમ.પડસુંબિયાને શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. અને જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ માટે શુભેચ્છા પાઠવે છે.

 

Exit mobile version