Site icon ચક્રવાતNews

દરિયાલાલ જન્મોત્સવ સમિતિ મોરબી દ્વારા શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે

 તા. ૦૨ એપ્રિલ ને શનિવારે રઘુવંશી લોહાણા જ્ઞાતિના બંધુઓ દ્વારા  દ્વારા શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ઉજવણી શ્રી દરિયાલાલ મંદિર,દરિયાલાલ મંદિર વાળી શેરી મોરબી ખાતે કરવામાં આવશે

સવારે પ્રભુની આરતી, બાદમાં શ્રી રામાયણ પ્રવર્ચન,પ્રભુનું પૂજન કરાશે તેમજ વરુણ યજ્ઞ અને શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવશે વરુણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અજયભાઈ કીરચંદભાઈ કક્કડ અને હીનાબેન કક્કડ સાતક બેસશે તેમજ સાંજે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ભોજનશાળા મોરબી ખાતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

Exit mobile version