Site icon ચક્રવાતNews

મચ્છુ-2 સિંચાઈ યોજનાના પાણીથી મોરબી, માળિયાના ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા કરાઇ માંગ  

મોરબી: મચ્છુ -2 સિંચાઈ યોજનાના પાણીથી મોરબી, માળિયા ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મચ્છુ–૨ ડેમના પાંચ દરવાજા નવા બનાવવાના હોય મચ્છુ -૨ ડેમનું પાણી ખાલી કરવામાં આવનાર છે. તો તે મચ્છુ–૨ ડેમનું પાણી નદીમાં વહાવીને દરિયામાં જાય તેના કરતા મોરબી માળિયા વિસ્તારના ગામોના તળાવો ભરી આપવામાં આવે અને આ કામ માટે સરકારને કોઈ પણ ખર્ચ થાય તેવું નથી કે નથી વીજળીનો ઉપયોગ કરવાનો. તો જો આવું કરવામાં આવશે તો તળાવની આજુબાજુના ખેડૂતો ઢોરો માટેનો ચારો ઉગાળી શકશે અને ઢોરોને પણ પીવાનું પાણી મળી રહેશે તેથી મચ્છુ-૨ સિંચાઇ યોજનાના પાણીથી મોરબી, માળિયા ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

Exit mobile version