Site icon ચક્રવાતNews

મયુરનગર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

હળવદ તાલુકાના મયુર નગર ગામે સ્વામિનારાયણ મંદિર આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ સત્સંગીજીવન પારાયણનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રીજી સ્વરૂપ સ્વામી હળવદના આશીર્વાદથી આયોજન કરવામાં આવ્યું

આ પાંચ દિવસીય આયોજન માં અલગ અલગ દાતાઓના સહયોગથી 15 મેથી શરૂ થયેલ મહોત્સવ 19 મે સુધી ચાલશે કથાના વક્તા શ્રી વ્રજ વલ્લભદાસ સ્વામી મુળી ધામ તેમજ દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી મહંત શ્રી ચરાડવા તેમજ અલગ-અલગ વક્તાઓ તેમજ સંચાલકો દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનમાં સૌપ્રથમ પોથીયાત્રા ત્યારબાદ ઘનશ્યામ જન્મોત્સવ લોક સાહિત્યકાર સાંસ્કૃતિક કાર્યક્રમ કીર્તન હિંડોળા ઉત્સવ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ૧૯ મેના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે

રવિ પરીખ હળવદ

Exit mobile version