પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા પ્રોહી-જુગાર ના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયૈ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા
તે દરમ્યાન પોલીસને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે માળીયા ફાટક પાસેથી માળીયા તરફથી આવતી સફેદ વરના ગાડી નંબર GJ-13-DG -5908_વાળીમાં ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ.૪૫૦૦૦/- તથા વરના ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા કુલ ચાર આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.