Site icon ચક્રવાતNews

મોંઘવારીથી પીસાતી જનતા પર મોંઘવારીનો વધુ માર રાંધણ ગેસ સિલિન્ડરના ફરી વધ્યા ભાવ

ગૃહિણીઓના ઘરના બજેટને વધુ ખોરવી નાખે તેવા આ સમાચાર છે.ઘરેલું સિલિન્ડર ફરી એકવાર મોંઘું થઈ ગયું છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 3.50 પૈસાનો વધારો થયો છે.આ ભાવવધારા બાદ હવે ગેસનો ભાવ 1000 રૂપિયાને પાર જતો રહ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 8 રૂપિયાનો વધારો થયો છે આજથી 19 કિલોવાળા ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયા હશે.

આ મહિનામાં બીજી વખત ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 7મી મેના રોજ પહેલીવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 809 રૂપિયાથી વધીને 1003 રૂપિયા થઈ ગયો છે. આજથી દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ.1003માં અને કોલકાતામાં રૂ.1029માં અને ચેન્નાઈમાં રૂ.1018.5માં ઉપલબ્ધ થશે.

Exit mobile version