Site icon ચક્રવાતNews

મોંઘવારીમાં પિસાતી જનતાને પડ્યા પર પાટું: રાજ્યમાં વીજળી મોંઘી બની

કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં સરકારે વીજળીના ભાવ વધાર્યા

મોંઘવારીના માર વચ્ચે હવે ગુજરાતની જનતા માટે વીજળી મોંઘી થઈ છે ગુજરાતમાં સરકારી વીજળીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) એ ફ્યુઅલ સરચાર્જમાં 20 પૈસા વધાર્યા છે 1 મેથી પ્રતિ યુનિટનો ભાવ 2.50 રૂપિયા વસૂલાશે. જોકે, ખેડૂતોને આ ભાવ વધારો લાગુ નહિ કરાય. વીજળીનો નવો ભાવ ખેડૂતોને લાગૂ પડશે નહિ. સરકારના આ નિર્ણયથી 1.30 કરોડ વીજગ્રાહકોને માથે વર્ષે 3240 કરોડનો બોજ વધશે
ગુજરાતમાં વીજળીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે વીજળીમાં યુનિટદીઠ 20 પૈસાનો વધારો કરાયો છે ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરાયો છે જેથી ગુજરાત રાજ્યના 1.30 કરોડ ગ્રાહકોને તેની સીધી અસર થશે. ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ 2.30 રૂપિયાથી વધારી 2.50 રૂપિયા કર્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમની ચાર વીજ વીતરણ કંપનીઓને વીજદરમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ પહેલી મે 2022થી યુનિટ દીઠ 20 પૈસા લેવાની છૂટ આપી છે.

Exit mobile version