Site icon ચક્રવાતNews

મોરબીઃ ધોળેશ્વર સમસાન જતા રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણોને દુર કરવા રજૂઆત કરાઈ

મોરબીઃ સમશાન ધોળેશ્વર જતા રસ્તા પર તેમજ સ્મશાન ના ઘણા ભાગ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દુર કરો તેવી રજૂઆત સરકારમાં કરાઈ

મોરબી રાજ ના જેતે વખત ના મહારાજ શ્રી દ્વારા પોતાના સાશન દરમ્યાન મોરબી શહેર ના જુદા જુદા સમાજ માટે સમશાન માટે જગ્યા ફાળવેલ છે. જેને ધોળેશ્વર સમશાન તરીકે ઓળખવામા આવે છે. અગાઉ આ સમશાન વિસ્તાર માં જન્માષ્ટમી ઉપર લોકમેળા નું આયોજન નગર પાલિકા દ્વારા કરવામાં આવતું હતું. અને ત્યાં મોટું મેદાન પણ હતું. મોરબી સ્ટેટ નું સમશાન પણ ત્યાજ આવેલ છે. હાલ માં આ સ્મશાન જવાનો રસ્તો જે પહેલા ૬૦ ફૂટ પહોળો હતો ત્યાં ડાઘુઓને સ્મશાન યાત્રા લઈને જવા માટે પણ તકલીફ પડે તેટલો સાંકળો થઇ જવા પામેલ છે. અને આ સાંકળો થવા માટે નું કારણ ગેર કાયદેસર દબાણો છે. જો તપાસ કરવામાં આવે તો વિ.સી. ફાટક થી જ આ દબાણ ની શરૂઆત થઇ જાય છે. તો છેક સ્મશાન સુધી દબાણો થયેલ છે.

આ ઉપરાંત જે મેળાનું મેદાન હતું તે પણ હાલ માં ગાયબ થયેલ છે. જાણેકે અહી કોઈ મેદાન હતુ જ નહી. અને ત્યાં તો મકાનો થઇ જવા પામેલ છે.અહી પહેલા એક નાના બાળકો માટેનું સ્મશાન હતું. જ્યાં નાના બાળકો ને દફનાવવામાં આવતા હતા પણ હાલમાં આ સ્મશાન પણ ગાયબ છે. અહી મંદિર જે આવેલ છે, તેમાં લોકો પોતાની શ્રદ્ધા થી આવતા હતા પરંતુ હાલમાં આવારા તત્વો નો અહી અડ્ડો બની જવાના કારણે લોકોની આવન જવાન પણ ઓછી થઇ જવા પામેલ છે.અહી દારૂ, જુગાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવુતિ ઓનું જાણે કે સ્થાનક બની જવા પામેલ છે,મોરબી નગરપાલિકા કે પોલીસ વિભાગ કે કલેકટર કચેરી દ્વારા જાણે કે કોઈ ધ્યાન દેવામાં આવતું હોય તેવું જણાતું નથી. સ્મશાન નું સેવા સાથે સંચાલન પાંજરાપોળ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, પરંતુ હાલ માં આવી હાલત ના કારણે આ સંસ્થા પણ લાચાર છે. સ્મશાન જતા રસ્તા પરનું દબાણ દુર કરવામાં આવે. સ્મશાન ની જગ્યાઓમાં થયેલ દબાણો પણ દુર કરવામાં આવે. અને ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓને કડક હાથે કાર્યવાહી કરીને બંધ કરાવવામાં આવે. અને સ્મશાન હદ ની માપણી કરાવી ને જગ્યા નક્કી કરી આપવામાં આવે, તેમજ સ્મશાન માં જરૂરી રીનોવેશન કરીને ગેસ આધારિત સમશાન કરવામાં આવે. તે માટે આપ સાહેબ દ્વારા યોગ્ય આદેશો કરીને મોરબીની જનતા ને પડતી અગવડતા ને દુર કરવામાં જરૂરી કાર્યવાહી સત્વરે થાય તેવી રજૂઆત (કાન્તિલાલ ડી. બાવરવા) જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા સરકારમાં લેખિત માં કરવામાં આવી છે

Exit mobile version