Site icon ચક્રવાતNews

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક દરગાહના ઓટલા પર જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક દરગાહના ઓટલા પર જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી દોસમામદભાઈ જુમાભાઈ જામ (ઉ.વ.૬૦) રહે. કાલીકા પ્લોટ નર્મદા હોવાની બાજુમાં તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી રહે. જોન્સનગર તા.મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version