મોરબીના ધર્મસિદ્ધિ સોસાયટી માંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
Morbi chakravatnews
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામેથી વિદેશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ બાબુભાઈ ચૌહાણે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૦ કીમત રૂ.૧૧૨૫૦ મળી આવતા રજનીકાંતભાઈ ચૌહાણની અટક કરી મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે