Site icon ચક્રવાતNews

મોરબીના પાંચ શિક્ષકોએ રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલમાં ઇનોવેશન રજુ કર્યા

શિક્ષણ વિભાગ અને જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત સાતમો રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ સાબરકાંઠા જીલ્લાના ડાયટ ભવન ઇડર ખાતે યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી જીલ્લા કક્ષાએ પસંદ થયેલ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા

 

શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત સાતમો રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ગત તા.13 થી 15 માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લાના ડાયટ ભવન ઈડર ખાતે યોજાયો હતો.રાજ્યકક્ષાનાં આ ફેસ્ટીવલમાં મોરબી જિલ્લામાંથી પસંદ થયેલ પાંચ શિક્ષકોએ પોતાના ઇનોવેશન રજુ કર્યા હતા.જેમાં પ્રાથમિક વિભાગમાં માળીયા તાલુકાના શિક્ષક બેચરભાઈ ગોધાણી,ટંકારા તાલુકાના કલ્પેશભાઈ પટેલ અને વિધીબેન પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં ટંકારાના પ્રવિણભાઈ વાટકિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી અમીતભાઈ તન્નાએ પોતાની શાળાઓમાં કરેલ બેસ્ટ પ્રેક્ટિસ રજુ કરી હતી.આ કાર્યક્રમમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ અને જી.સી.ઈ.આર.ટી.નિયામક પ્રફુલભાઈ જલુ,તાજેતરમાં નિવૃત થયેલ ટી.એસ.જોશી તેમજ શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ શિક્ષકોના સ્ટોલની મુલાકત લઈ તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Exit mobile version