Site icon ચક્રવાતNews

મોરબીના રવાપર ગામે ગાળો બોલવાની ના પાડતાં દંપતી પર મહિલા સહિત ચાર શખ્સોનો કુહાડી વડે હુમલો 

મોરબી: મોરબીના રવાપર ગામે યુવકે એક શખ્સને તેમના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં શખ્સ એકદમ ઉશકેરાઇ જઇ યુવક અને તેમની પત્ની ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો અને અન્ય ત્રણ આરોપીઓએ યુવકને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રહેતા દીનેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા (ઉ.વ.૪૫) એ આરોપી રાહુલ મેઘજી ચાવડા,અનિલ મેઘજી ચાવડા, નાઝાભાઈ જીવભાઈ ચાવડા, હંસાબેન મેઘજીભાઈ ચાવડા રહે બધાં રવાપર ગામ તા. જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં આરોપી રાહુલ ફરીયાદીના ઘર પાસે ગાળો બોલતો હોય જે અંગે ફરીયાદી અહીં ગાળો નહી બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જમણાપગમાં કુહાડીનો બુંધરાટીનો એક ઘા જમણા પગમાં મારી તેમજ ફરીયાદીના પત્ની ને ડાબા પગમાં કુહાડીનો બુંધરાટીનો ઘા મારી સામાન્ય ઇજા કરી તેમજ આરોપી અનિલએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી નાઝાભાઈએ મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી હંસાબેનએ ગાળો આપી હોવાની ભોગ બનનાર દીનેશભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ – ૩૨૩,૫૦૪,૫૦૬,(૨),૧૧૪ તથા જીપીએકટ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version