Site icon ચક્રવાતNews

મોરબીના રાજપર ગામે ગુરૂકૃપા વોટર સપ્લાય કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મૃત્યુ

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજવાડીની સામે ગૌશાળા પાછળ ગુરૂકૃપા વોટર સપ્લાય કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ યુવકનુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર ગામે રહેતા અશોકભાઇ ધીરુભાઈ પરમાર (ઉ.વ.૧૮) ને ગત તા.૧૯-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબીના રાજપર ગામે પટેલ સમાજવાડીની સામે ગૌશાળા પાછળ ગુરૂકૃપા વોટર સપ્લાય કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા અશોકભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version