Site icon ચક્રવાતNews

મોરબીના લાલપર ગામે ફેક્ટરીમાં કામ કરતી વેળાએ ત્રીજા માળેથી નીચે પટકાતા પ્રૌઢનું મૃત્યુ

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ મીલેનીયા સીરામીક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ ત્રીજા માળેથી પટકાતાં પ્રૌઢનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ મીલેનીયા સીરામીકમા રહેતા લીલાજી મીણાજી ઠાકોર (ઉ.વ.૫૬) ગઈ તા. ૩૦/૧૦/૨૦૨૨ ના સવારના સાડા દશેક વાગ્યાની આસપાસ લાલપર ગામની સીમ મીલેનીયા સીરામીકમા ત્રીજા માળે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઇ કારણોસર ત્રીજા માળેથી પડી જતા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલ બાદ ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરતા ત્યા ચાલુ સારવાર દરમ્યાન ગઇ તા. ૧૦/૧૧/૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version