Site icon ચક્રવાતNews

મોરબીના લુટાવદર ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબી તાલુકાના લુટાવદર ગામની સીમમાં ઈટાલવાવુડ કારખાનાની પાછળ થોડે દૂર બાબુ દેવકરણ ગામીના ખેતરમાંથી યુવકની લાશ મળી હતી.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લુટાવદર ગામની સીમમાં ઈટાલવાવુડ કારખાનાની પાછળ થોડે દૂર બાબુ દેવકરણ ગામીના ખેતરમાંથી ભરતભાઇ મોતીભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) રહે. જુના ખારચીયા તા.જી. મોરબી વાળાની  કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version