Site icon ચક્રવાતNews

મોરબીની પ્રાઇવેટ કંપની નો માલ ટ્રક મારફતે નેપાળ પોહચે તે પહેલાં જ ગાયબ થઈ ગયો ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

મોરબીની એક પ્લાયવુડ ની પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી ટ્રક મારફતે નેપાળ ખાતે રૂપિયા ૫૧ લાખની કિંમતનો માલ મોકલાવ્યો હતો જે લેનાર પાર્ટી સુધી ન પોહચતા બારોબાર સગેવગે થઈ જવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નેશનલ હાઈવે પર આવેલ કજારિયા પલાયવુડ નામની ફેક્ટરીમાંથીદીપકભાઈ મનસુખભાઈ ઘોડાસરાએ ગત 25 ફેબ્રુઆરીના રોજ યુપી 50 સીટી 870 નંબરના ટ્રકમાં રૂ 51.07 લાખની 5775 ભરી નેપાળના કેશા ચંદા અન્વરલાલ એન્ડ કંપનીમાં ભરીને મોકલ્યા હતા.

જોકે યુપીના આઝમજીગઢ જીલ્લાનો વતની ટ્રક ડ્રાઈવર દિલીપકુમાર અભિમન્યુ સિંગ આ માલ નેપાળ પહોચાડવાના બદલે રૂ 51.07 લાખ નંબરનો 5775 સીટ લઇ ગાયબ થઇ ગયો હતો તેમજ ફોન પણ બંધ કરી દીધો હતો આ અંગે દીપકભાઈએ નેપાળમાં તેમણી પાર્ટીપાસે તપાસ કરતા લેમિનેટ સીટની ડીલવરી ન મળી હોવાનું સામે આવતા મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક દિલીપકુમાર વિરુદ્ધ છેતરપીડી આચર્યાની પોલીસ ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version