Site icon ચક્રવાતNews

મોરબીની બ્લોસમ સ્કૂલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીની બ્લોસમ કિડ્સ સ્કૂલમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક યોજાયો જેમાં મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં બાળકો અને અને વાલીઓએ અભિનયમાં ઓજસ પાથર્યા હતા. સ્કૂલ ચલે હમ, કાચા બદામ,પ્યાર કી પુંગી બજાદે, યહી ઉમ્ર હૈ કર લે ગલતી સે મિસ્ટેક, જંગલ થીમ સેવ બર્ડ,એક બિલાડી જાડી,સેવ વોટર,  વગેરે વિષયો પર નાના ભૂલકાઓ કૃતિઓ રજૂ કરેલ હતી

ભૂલકાઓની સાથે સાથે એમના વાલીઓએ પણ પ્રોગ્રામમાં પરફોર્મન્સ આપ્યું હતું જેમાં વિવિધ ફોટોગ્રાફ અને સ્લોગન સાથેના બેનર બનાવી સમાજને દરેક કૃતિ બાદ સુંદર મેસેજ પૂરો પાડેલ હતો, બિપિન રાવતને શ્રધાંજલિ આપી બાળકોએ સીડીએસ જનરલની સેવાને બિરદાવી હતી. તે ઉપરાંત સેવ ગર્લની કૃતિ દ્વારા દીકરીનું મહત્વ સમજાવ્યું હતું આમ આ થીમ બેજ કાર્યક્રમ નિહાળી મંત્રી બ્રિજેશ મેરજા મંત્રમુગ્ધ બની ગયા હતા અને બ્લોસમ કિડ્સ સ્કૂલની બાળકોમાં સંસ્કાર અને દેશભક્તિની ભાવનાનું નિર્માણ કરવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

 

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કે કે પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તેમજ નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ કાર્યક્રમમાં હાજર રહી બાળકોને અને શિક્ષકોને બિરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્ટાફ પરિવાર તેમજ નિમિષાબેન રાજેશભાઈ ભીમણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

Exit mobile version