Site icon ચક્રવાતNews

મોરબીની હરિગુણ રેસીડેન્સીમાં ગાયત્રી યજ્ઞ દ્વારા નૂતન વર્ષની વધામણી

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ખાતે આજ રોજ 2023 નવા વર્ષના પ્રારંભે રામજી મંદિરે ગાયત્રી યજ્ઞનું આયોજન રાખેલ હતું.સામાન્ય રીતે આજની નવી પેઢી પાશ્ચાત્ય સસ્કૃતિના રંગે રગાઈને મોંઘી મોંઘી હોટેલોમાં વરવા નાચગાન કરી,પાર્ટીઓની મોજ માણતા હોય છે ત્યારે મહેન્દ્રનગર પાસે આવેલ હરિ ગુણ રેસીડેન્સીની અંદર રહેતા તમામ વ્યક્તિઓએ સસ્કૃતિના શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિથી ગાયત્રી યજ્ઞ કરીને નૂતન વર્ષને આવકારી પ્રેરદાયી પગલું ભર્યું છે અને સમાજને નવો રાહ ચીંધ્યો છે.

યજ્ઞના યજમાન પદ બિલ્ડર રાજેશભાઈ આદ્રોજા તરફથી કરવામાં આવ્યુ યજ્ઞનું આયોજન વ્યવસ્થાપન મહાદેવભાઇ રંગપરિયા આચાર્ય મહેન્દ્રનગર પ્રાથમ શાળા તથા રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું અને જે માસમાં હરિગુણ સોસાયટીમાં રહેતા જે જે વ્યક્તિઓનો જન્મ દિવસ આવતો હોય એમના બધાના જન્મ દિવસની અનોખી ઉજવણી દર માસના અંતિમ દિવસે ગાયત્રી યજ્ઞ ચાલુ જ રહેશે એવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.

Exit mobile version