મોરબી:બૌદ્ધ નગર નજીક આવેલ મચ્છુ નદી ની ખાડીમાં નાહવા પડેલ સગીરનું મોત
Morbi chakravatnews
મોરબીના સામા કાઠે વિસ્તારમાં આવેલ બૌદ્ધ નગર નજીક આવેલ મચ્છુ નદી ની ખાડીમાં નાહવા પડેલ સગીરનું મોત
મોરબીના મચ્છુ નદીના પટમાં આવેલ ખીણમાં નાહવા ગયેલ સગીર અચાનક કોઇ કારણસર ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં તેનું મોત થયું હતું.બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડયો હતો.મોરબીના સામા કાઠે વિસ્તારમાં આવેલ બૌદ્ધ નગર નજીક આવેલ મચ્છુ નદીના પટ્ટમાં આવેલ ખાડીમાં હર્ષદ જીતુભાઇ સનાડિયા આસરે (ઉ.વ૧૬) નામનો સગીર અને તેના મિત્રો સાથે નાહવા ગયો હતો તે દરમિયાન કોઈ કારણસર પગ લપસતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.અચાનક સગીર ડૂબી જતાં એક બાળકે આસપાસના લોકોને જાણ કરતાં મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હર્શદનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પીએમ માટે ખસેડયો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.