Site icon ચક્રવાતNews

મોરબીમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે કન્યા છાત્રાલયે 50/% ફી માફી ની જાહેરાત કરી

મોરબી માં કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી બી.એસસી પ્રથમ સેમેસ્ટરમાં ૫૦ ટકા ફી માફી જાહેરાત કરવામાં આવી છે જેનો લાભ લેવા માટે તા. ૧૪-૦૫ થી તા. ૨૨-૦૫ દરમિયાન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે

૧૨ સાયન્સના પરિણામો જાહેર થયા છે ત્યારે બીએસસીમાં એડમીશન મેળવવા ઈચ્છુક દીકરીઓ માટે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા સંચાલિત શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજ માં પહેલા સેમેસ્ટર ની ૫૦% ફી માફી જાહેરાત કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીનીઓના વાલીઓનો ભોજ હળવો થશે અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે
જેથી તા. ૧૪ મેં થી તા. ૨૨ મેં સુધીમાં મોબાઈલ નંબર ૯૬૮૭૯ ૩૧૦૩૭ અને ૯૩૧૩૦ ૬૨૨૧૪ પર રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે

Exit mobile version