Site icon ચક્રવાતNews

મોરબીમાં જૂના ચલણી સિક્કા-નોટો અને ઓટોગ્રાફ સંગ્રહનું પ્રદર્શન યોજાશે

મોરબી : મોરબીની વી.સી. હાઈસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે મોરબીના યુવા વકીલના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ન્યુમીસમેટીક ક્લબ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે મોરબીની વી.સી. ટેક્નિકલ હાઈસ્કુલ ખાતે પ્રથમ માળે આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રમાં આગામી તા. 18 મે ને બુધવારના રોજ સવારે 11 થી બપોરે 04 વાગ્યા સુધી મોરબીના યુવા વકીલ મિતેષ દવે અને દર્શન દવેના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ પ્રદર્શનને નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Exit mobile version