Site icon ચક્રવાતNews

મોરબીમાં વેપારી પાસેથી PVC પાઈપ મંગાવી રૂ. 3.70 લાખની છેતરપિંડી

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ વિનાયક ટ્રેડીગની દુકાનવાળા ત્રણ શખ્સોએ મોરબીના વેપારીને વિશ્વાસમાં લઈ વેપારી પાસેથી અલગ અલગ સાઈઝના પી.વી.સી પાઈપ કિં રૂ.૩,૭૦,૦૩૬ ના ખરીદી વિશ્વાસ પેટે આરોપીએ વેપારીને ચેક આપીને કોઈ વેપારીઓને માલ ખરીદીના રૂપિયાનું પેમેન્ટ ન કરીને વિશ્વાસમાં લઈ વેપારીઓ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ભોગ બનનાર વેપારીએ આરોપી વિનાયક ટ્રેડીગ વાળા ત્રાણ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે રામ મંદિરની બાજુમાં, કાવર શેરીમાં રહેતા અને વેપાર કરતા મિતભાઈ વસંતભાઈ ભાલોડીયા (ઉ.વ.૩૬) એ આરોપી વિનાયક ટ્રેડીગ, પીપળી ગામની સીમ, મનીષ કાંટા પાસે આવેલ પેઢી વાળા કિરણભાઈ જીલુભાઈ રાઠોડ, અશોકભાઈ પટેલ, વિજયભાઈ વિનાયક ટ્રેડીગના મેનેજર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૦૩-૨૦૨૩ ના રોજ આરોપી વિનાયક ટ્રેડીંગ પીપળી ગામની સીમ વાળા કરણભાઇ જીલુભાઇ રાઠોડ રહે.સુરત તથા અશોકભાઇ પટેલવાળાઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી અલગ અલગ સાઇઝના પી.વી.સી પાઇપ કિ.રૂ. ૩,૭૦,૦૩૬/ના ખરીદ કરીને વિશ્વાસ પેટે આરોપી વિજયભાઇએ ચેક આપીને તેમજ મોરબીના અલગ અલગ વેપારીઓને પણ વિશ્વાસમાં લઇને તેઓ પાસેથી જુદા જુદા માલની ખરીદી કરીને વિશ્વાસ પેટે ચેક આપીને કોઇ વેપારીઓને માલ ખરીદીના રૂપિયાનુ પેમેન્ટ ન કરીને વિશ્વાસમા લઇને આરોપીઓ સાથે વિશ્વાસધાત છેતરપીંડ કરી હોવાની ભોગ બનનારે વેપારીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૬,૪૨૦,૧૧૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version