મોરબી અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી
Morbi chakravatnews
મોરબીમાં વિવિધ સેવાકાર્ય થકી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્યના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાય રીતે કરવામાં આવી હતી.
જેમાં ગઈકાલે અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્ય રાકેશભાઈ બરાસરાનો જન્મદિવસ હતો. ત્યારે મોરબીના લક્ષ્મીનગર ગામે પાસે આવેલ પ્રગ્નાચક્ષુ કેન્દ્રના લોકો સાથે રાત્રિ ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો. આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના હેતલબેન પટેલ, દ્રષ્ટિ આંખજા, પ્રભાબેન મકવાણા, ભાવિની, ગીતા, માનસી, બિન્દું, નીલભાઈ, રાજુભાઈ, ધર્મેશભાઈ સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.