Site icon ચક્રવાતNews

મોરબી આયુષ હોસ્પીટલ સામેથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીમાં આયુષ હોસ્પીટલ સામે પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી ગુજરાત હાઉસીંગ બોર્ડ છોટાલાલ પેટ્રોલપંપ વાળી શેરીમાં રામજીમંદિર પાસે બ્લોક નં -૬૨૬ માં રહેતા પ્રજેશભાઈ ભુપતભાઇ પઢારીયા (ઉવ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હોન્ડા સાઇન ન્યુ મોટર સાયકલ નં.GJ-03-HP-4134 જે મોડલ ૨૦૧૫ નુ કિ.રૂ.૨૦૦૦૦ વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની પ્રજેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version