મોરબી એસટી ડેપો દ્વારા ભાવનગર તળાજા અને દ્રારકા ઓખા નો નવો રૂટ શરૂ કરવામાં આવ્યો
Morbi chakravatnews
મોરબી એસટી ડેપો એ બે નવા રૂટ ચાલુ કરી જનતા ની સેવામાં સલામત સવારી એસટી અમારી સુત્ર ને સાર્થક કરવાની સરાહનીય કામગીરી કરી છે
મોરબી એસટી ડેપો માં વધુ ટ્રાફિક રહેતું હોય તેવા રૂટ પર બસો દોડાવવાનું આયોજન કરાયું હોય જેમાં મોરબી એસટી ડેપો દ્વારા મોરબીથી તળાજા અને મોરબીથી ઓખા સુધીની બસ સેવા શરૂ કરાઈ છે.
મોરબી એસટી ડેપો દ્વારા આજથી બે નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં મોરબીથી ભાવનગર-તળાજા રૂટની બસ સવારે ૫ : ૧૫ કલાકે અને બપોરે ૦૧ : ૪૫ કલાકે મોરબીથી દ્વારકા-ઓખાની સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે મોરબી ડેપોની બે એસટી એક્સપ્રેસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે જેથી હવે ભાવનગર તળાજા જવા તેમજ દ્વારકા અને ઓખા જવા સીધી બસ સેવાનો મુસાફરોને લાભ મળશે