મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
Morbi chakravatnews
શ્રી રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ નો જન્મોત્વસ ભક્તિભાવ પૂર્વક ધામધૂમ થી ઉજવવા માં આવ્યો હતો. જે અંતર્ગત તા.૩૦-૩-૨૦૨૩ ગુરુવાર ના રોજ રામનવમી ના પાવન પર્વ નિમિતે સવારે ૧૦ કલાકે મહાયજ્ઞ, બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામ નો જન્મોત્સવ, મહાઆરતી તથા બપોરે ફરાળ મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ નુ અનેરૂ આયોજન કરવા માં આવ્યુ હતુ.
જેમા બહોળી સંખ્યા માં ભક્તજનો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. રામનવમી ના પાવન પર્વ નિમિતે શિવ પેકેજીંગ પરિવાર, કમલેશભાઈ પટેલ (હરભોલે જાંબુ) પરિવાર, સવજી નાનજી પંડિત પરિવાર, મોરભાઈ રામજીભાઈ કંઝારીયા પરિવાર તેમજ સી.પી. પોપટ પરિવાર તરફ થી મહાપ્રસાદ માં યોગદાન અર્પણ કરવા માં આવ્યુ હતુ.