મોરબી જીલ્લામાં કોરોનાનો કેર યથાવત: આજે કોરોનાના નવા 17 કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 94
Morbi chakravatnews
મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા 17 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 94 પર પહોંચી ગયો છે.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૭ કેસ જેમાં ૧૫ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમા નોંધાયા હતા. આજે સતત પાંચમા દિવસે કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક ૯૪ પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.