મોરબી જીલ્લામાં કોરોના વકર્યો : આજે કોરોનાના નવા ૩૫ કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા ૧૬૫
Morbi chakravatnews
મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા ૩૫ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૬૫ પર પહોંચી ગયો છે.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસ જેમાં ૧૪ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમા નોંધાયા હતા. હળવદમાં ૦૭ તથા ટંકારામાં ૦૯ અને માળીયામાં ૦૩ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૬૫ પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.