Site icon ચક્રવાતNews

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની સુનાવણી હવે ૧૫ એપ્રિલેના રોજ થશે

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં કોર્ટમાં આરોપી જયસુખભાઇ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી જે પુરક ચાર્જશીટ રજુ થયા જયસુખભાઇ પટેલ કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટે તા. ૩૧ માર્ચની મુદત આપી હોય જેથી આજે ફરીથી આરોપી જયસુખભાઇ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને વધુ સુનાવણી તા. ૧૫ એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા બાદ પોલીસે તુરંત ઓરેવા ગ્રુપના મેનેજર સહીત ૯ આરોપીને ઝડપી લીધા હતા અને ત્રણ માસ સુધી ફરાર રહેલા ઓરેવા ગ્રુપના એમડીએ પણ આખરે કોર્ટનું શરણું લીધું હતું અને શરણાગતિ સ્વીકારી લેતા તેમની વિધિવત ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી અને બાદમાં સબ જેલમાં મોકલ્યા હતા

તપાસ અધિકારીએ આરોપી જયસુખભાઇ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરી હતી જેથી પુરક ચાર્જશીટ રજુ થયા બાદ કોર્ટે તા. ૧૭ માર્ચની મુદત આપી હતી જેથી જયસુખ પટેલ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા અને કોર્ટે તા. ૩૧ માર્ચની મુદત આપી હતી જેથી આજે મુદતે ફરીથી આરોપી જયસુખભાઇ પટેલ મોરબી કોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારે કોર્ટે આગામી સુનાવણી માટે ૧૫ એપ્રિલની નવી તારીખ આપી હતી જેથી વધુ સુનાવણી ૧૫ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે

Exit mobile version