Site icon ચક્રવાતNews

મોરબી નગર પાલિકાના મહિલા પ્રમુખના પતિનો ઓડિયો વાયરલ

મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોનો ગાળા ગાળી કરતો ઓડિયો વાયરલ થયાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સતવારા સમાજના યુવાનને હલકી કક્ષાની ગાળું ભાંડતો ઓડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો અને આ ઓડિયો વાયરલ થતા યુવાને એસપીને લેખિત રજૂઆત કરી છે

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેનના પતિ કરમશીભાઈને યુવાને વાડીવિસ્તારમાં વિકાસના કામોની રજૂઆત કરતા પાલિકા પ્રમુખના પતિ ઉશ્કેરાઈ ગયા હતા અને શતાના નશામાં યુવાનને બેફામ ગાળો ભાંડી મારીનાખવાની ગર્ભિત ધમકી પણ આપી હતી આ ધમકીથી ડરી યુવાને મોરબી પોલીસવડા એસ આર ઓડેદરાને લેખિતમાં અરજી પણ આપી છે આ અરજીના પગલે એસપી કોઈ કાર્યવાહી કરે છે કે નહિ તે જોવું રહ્યું

સમગ્ર ઓડીયો ક્લીપ બાબતે ચક્રવાત ન્યુઝ દ્વાર મોરબી નગરપાલિકા ના મહિલા પ્રમુખ ના પતિ કરમશીભાઈ ખોડાભાઈ પરમાર ( કે કે પરમાર) સાથે ફોન પર વાત ચીત કરતાં તેઓએ જણાવ્યું હતુ કે સુરેશભાઈ ઉપનામ કાનજીભાઈ ડાભી દ્વારા ખોટા આક્ષેપો whatsapp ગ્રુપમાં કરવામાં આવ્યા હતા જેથી કરીને તેની સાથે વાતચીત કરવા માટે મળવાનું કહ્યું હતું અને ફોન માં થયેલ વાત અધૂરી ક્લિપ છે અમારી રાજકિય કારકિર્દી નેં બદનામ કરવાનું આયોજન બંધ ષંડયત્ર રચવામાં આવ્યું છે તેવું અંત માં કે કે પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નોંધ : આ ઓડિયોમાં ખુબજ હલકી કક્ષાની ગાળો બોલતા હોવાથી સભ્ય સમાજને નુકસાનનો પોહ્ચેતે માટે ઓડિયો કલીપ રજુ કરી નથી

Exit mobile version