કાગળ અને ઘાસના કારણે આગે ગણતરી મીનીટમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું અને આસપાસની બીજી ગાંસડીઓ પણ ઝપટમાં આવી ગઈ હતી.ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ ત્રણ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સવારે 11 વાગ્યા સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો અને ફેક્ટરીમા લાગેલી મહદ અંશે કાબુમાં આવી ગઈ હતી.