Site icon ચક્રવાતNews

મોરબી: નલિની વિદ્યાલયમાં 31 ડીસેમ્બરે ગુડબાય 2022 અને વેલકમ 2023નો એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબી: વાવડી રોડ પર આવેલી નલિની વિદ્યાલયમાં તારીખ 31/12/2022 ને શનિવારના રોજ જીલ્લા કલેકટર જી.ટી. પંડયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુડ બાય 2022 એન્ડ વેલકમ 2023નું એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું.

જેમા નવલખી હાઇસ્કુલના નિવૃત પ્રિન્સીપાલ વલેરા, નિવૃત કેળવણી નિરીક્ષક દાઉદભાઇ દલવાણી, કાઉન્સિલરઓ દેવાભાઇ અવાડિયા, ઇદરીશભાઈ જેડા, રાજુભાઈ રામાવત, દોશી હાઇસ્કૂલના નિવૃત આચાર્ય અનિલભાઇ મહેતા, બ્રહ્મ અગ્રણી કિશનભાઇ ઉપાધ્યાય, પરેશભાઇ ભટ્ટ(S.T) ભુપતભાઇ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ શાળાના સંચાલક બિપીન ભટ્ટ તથા કલેકટર જી.ટી. પંડયા તેમજ અન્ય મહેમાનો દ્વારાદીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભરંભ થયો હતો. 

પ્રાર્થના સ્વાગત ગીત બાદ, શાળા સંચાલક બિપીન ભટ્ટ તથા ભૂમિકાબેન દ્વારા કલેકટરનુ સાલ ઓઢાણી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ, બાદમાં કલેકટરના હસ્તે શાળાના નિવૃત શિક્ષક ગીતાબેનનું પણ સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન પત્ર સાથે સન્માન કરવામાં આવેલ. બેસ્ટ શિક્ષક તરીકે મીનાબેનનું પણ સન્માન કરવામાં આવેલ. બાદમાં શાળાના બાળકો દ્વારા 22 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવેલ. છેલ્લે થેન્કયુ સોન્ગ્સ દ્વારા સમગ્ર શાળાએ સૌનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મીનાબેન, દિપાલીબેન, આયેશાબેન, વગેરે તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવેલ.

Exit mobile version