Site icon ચક્રવાતNews

મોરબી માળીયા વિધાનસભા સીટ ના સક્રિય કાર્યકતાઓ ની મીટિંગ યોજાય

મોરબીમાં આગામી ૨૭ તેમજ ૨૮ તારીખે આવશે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા

મોરબી : ગુજરાતમાં તમામ પાર્ટીઓ આગામી ચૂંટણીની ત્યારીમાં લાગી ગયા છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા સીટ અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી માળીયા વિધાનસભાના સ્ક્રીય કાર્યકતાઓની આજ રોજ ઉમા રિસોર્ટ, કંડલા બાયપાસ, આર.ટી.ઓ.ઓફિસ સામે મીટિંગ યોજાય જેમાં મોરબી માળીયા વિધાનસભા સીટ નીચે આવતા તમામ હોદેદારો અને સક્રિય કાર્યકતાઓએ હાજરી આપી
આ મીટિંગ શિવાજીભાઈ ડાંગર-(ગુજરાત પ્રદેશ સંગઠન સહ મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી) અને વસંતભાઈ ગોરીયા-(મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી માળીયા વિધાનસભા પ્રભારી)ની આગેવાનીમાં યોજાયેલ આજની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર ૨૦ દિવસમાં ગામડા બેઠક અને ગામડાઓમાં જનસંવાદ શરૂ કરવા અંગે ટ્રેનિંગ પણ અપાય તેમજ કાલ થી સમગ્ર ગુજરાતમાં ફરી રહેલ પરિવર્તન યાત્રા આગામી તારીખ ૨૭ અને ૨૮ મોરબી ખાતે આવી રહી છે તે દરમિયાન થનાર કાર્યક્રમો ની ચર્ચાઓ કરવામાં આવી.
આ મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હીથી પધારેલ સૌરવ પાંડે-LPOC કચ્છ-મોરબી ઉપસ્થિત રહેલ.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન ના સકીર્ય કાર્યકતાઓ માંથી ૭ ટિમો બનાવી આગામી ૧૦ દિવસમાં ૭૦ ગામોમાં તમામ ઘરો શુધી આમ આદમી પાર્ટીએ પહોંચવાનો નિશ્ચય કરેલ છે. દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહેલા આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા થી આગામી ચૂંટણી રસ્પદ રહશે.

Exit mobile version