મોરબી: મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રોસીટી સીરામીક ખાતે કોલ્ડ ટાવરમા પાણીમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બિકેશકુમાર અવધબિહારી સીંગ ઉવ.૨૯ રહે ઝીલટોપ સીરામીક સામે શોભેશ્વર રોડ તા.જી.મોરબી વાળો ગત તા.૧૨/૧૦/૨૦૨૩ ના સવારના આશરે સાડા આઠેક વાગ્યાના સમયે મેટ્રોસીટી સીરામીક ખાતે કોલ્ડ ટાવરમાં પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.