Site icon ચક્રવાતNews

મોરબી : વધુ એક વખત ઘડીયા લગ્નનું આયોજન કરીને સમાજને પ્રેરણા…

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ધડિયા લગન ની પહેલને ધીમે ધીમે ખુબ સારી સફળતાઓ મળી રહીછે ત્યારે આજે વધુ એક ધડિયા લગ્ન મોરબીના ચકમપર ગામે યોજાયા હતા જેમા નસીતપરના રહેવાસી વિરસોડીયા મધુબેન મનોજભાઈ તથા વિરસોડીયા મનોજભાઈ ડાયાભાઈ ની સુપુત્રી રિધ્ધી ના શુભ લગ્ન ચકમપર ના રહેવાસી કાલરીયા સારદાબેન વિનોદભાઈ તથા કાલરીયા વિનોદભાઈ બચુભાઈ ના સુપુત્ર જયદીપ ના ધડીયા લગ્ન નુ આયોજન ચકમપર ગામની પટેલ સમાજની વાડી ખાતે 27/02/2022 ના રોજ કરવામાં આવ્યુ હતુ

આવા ધડીયા લગન થી લાખો રૂપિયા બચે છે સમય શક્તિનો બચાવ થાય છે અન્નનો બગાળ અને વેડફાળ બચે છે ખોટા દેખાડા અને જાક જમાળથી દુર રહી પાટીદાર પરીવાર દ્વારા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

 

Exit mobile version