Site icon ચક્રવાતNews

મોરબી: વહેલી સવારે લક્ષ્મીનગર પાસે ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો 8 લોકોને ઇજા 108ની ટીમની સરાહનીય કામગીરી

મોરબીના માળિયા હાઈવે પર આવેલા અમરનગર ગામ પાસે થોડા દિવસો પહેલા જ એક ગમખ્વાર અકસ્માતમાં ની ઘટના ઘટી હતી ત્યારે ફરી માળિયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પર અને રાજસ્થાનથી મોરબી આવતી ખાનગી બસ વચ્ચે વહેલી સવારે 7:30વાગ્યાની આસપાસ જોરદાર અકસ્માત સર્જાયા નો બનાવ બન્યો છે આ બનાવમાં પરશુરામ બીશનોઈ,પુરુ રામ ભાઈ યોગેશ સત્યમુક્તિ,ભટારામ જોગરામ,રહે બાડમેર, ભવરાજી દુબરાજી,પ્રવીણસિંહ રવિન્દ્રસિંહ,વેકટનગેશ નરસીમારહે જામનગર ભીમાભાઈ અમરસીભાઈ રહે પોરબંદર સહિતના મુસાફરોને ઇજા પહોંચી હતી.


ઘટનાની જાણ થતાં મોરબી પોલીસની ટીમ તેમજ મોરબી 108ની લાલબાગ લોકેશનના ઈએમટી મનીષભાઈ આહીર પાઇલોટ રામભાઈ આહીર તેમજ માર્કેટિંગ યાર્ડ લોકેશનના ઇએમટી ઈકબાલભાઈ અને પાઇલોટ જયદેવસિહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત દર્દીઓને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપી વધુ સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Exit mobile version