મોરબી શહેર ની પ્રજાને ગરમી થી રાહત આપવા નગરપાલિકા રોડ રસ્તા ઉપર પાણી નો છટકાવ કરે- રમેશ રબારી
Morbi chakravatnews
હાલ ના સમય માં ગુજરાત માં ભયંકર ગરમી પડી રહેલ છે અને હાલ મોરબી માં પણ ગરમી નો પરો ઉચો જય રહેલ છે ત્યારે આ ગરમી થી અબોલ જીવ અને માનવ જીવન પણ અસરગ્રસ્ત થયેલ છે ત્યારે લોકો ને ગરમી થી બચાવા અને થોડી ઘણી રાહત મળે તે માટે થય મોરબી નગર પાલિકા દ્વારા શહેર માં રોડ રસ્તા ઉપર પાણી નો છટકાવ કરવો જરૂરી છે
પશુ અને અબોલ જીવ તેમજ માણસ આં કાળઝાળ ગરમી માં અતિ પરેશાન થઈ રહેલ છે ત્યારે લોકો ને રાહત મળે તે માટે થય ને મોરબી નગરપાલિકા એ તાત્કાલિક રોડ રસ્તા ઉપર પાણી નો છટકાવ કરવો જોઈએ જેથી પ્રજા અને સાથે અબોલ જીવ ને પણ ગરમી થી રાહત મળે તેવી લોકો ની લાગણી અને માંગણી છે તો પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી પાણી નો છટકાવ કરવા ચીફ ઓફિસર સાહેબ ને વિનતી સાથે માંગણી કરવા માં આવી છે તેમ પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના રમેશભાઈ રબારી ની યાદી જણાવે છે