રંગ બદલતી દુનિયા માં રંગ વગર નું રહેવું કે રંગ બદલતું રહેવું

ઘણા ઘણા રંગ ચડે છે ત્યારે આ જિંદગી રંગીન દેખાય છે
સમજાતું નથી આ રંગ બદલતી દુનિયા માં રંગ વગરનું રહેવું કે રંગ બદલતુ રહેવું
કેમ કે કાળા માંથી ધોળા કરવાનાં ડ્રીમ માટે ગ્રીમ છે કાળા ધોળા કરવાના માટે ઘણી સ્કીમ છે
ગમતા આકારમાં ગમતા કલર ડીઝાઇન છે અને ગમતા આકારમાં ન ગમતા કલર એક ડાઘ
કમળો હોય તેને પીળું દેખાય કાળી રાત માં કઈ ન દેખાય વસ્તુ રંગીન સારી લાગે છે
મિજાજ રંગીન નાં લીધે કલંક લાગે છે રંગ ઊડી જાય એટલે કાપડ જૂનું થઈ જાય રંગીન રાખવા જીંદગી અહીં જાત ઘસાઈ જાય
એક ફિલ્ટરનાં આવરણ પાછળ વાસ્તવિકતા કંઈક જુદી છે માણસોએ જે રંગ બતાવ્યા તેના થીજ દીવાલ રંગી છે
કાળું ધોળુ કર્યું અને રંગો ખોવાઈ ગયા ખાલી બે રંગ ભેગા થયા અને બધા રંગ ધોવાઈ ગયા #HappyHoli
