Site icon ચક્રવાતNews

લાંચીયા અધિકારીને એસીબીએ રંગે હાથે ઝડપ્યો

મોરબી : સરકારી કચેરીઓ માં સામાન્ય માણસ નું કાય કામ થતું નથી લાંચ આપો તો તુરંત થઈ જાય છે એવી વારેઘડીએ વાતો સાંભળવા મળતી હોય ત્યારે લાંચ લેતા રંગેહાથ પકડાયાનો નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ મોરબીના સિંચાઇ કર્મચારીએ ટંકારા તાલુકાના ખેડૂતને દંડ ફટકારવાની ધમકી દઈ તેની પાસેથી રૂ. 4 હજારની લાંચની માંગણી કરી હતી. બાદમાં એસીબીએ છટકું ગોઠવી આ કર્મચારીને રંગેહાથ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના એક ખેડૂતે મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતુ સીંચાઇનું પાણી મેળવવા તેમની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરેલ ન હોઈ તેમજ સીંચાઇના પાણીનો ઉપયોગ પણ કરેલ ન હોવા છતા મોરબી સિંચાઇ પેટા વિભાગ- મચ્છુ-2ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના ક્લાર્ક જગદિશભાઇ જેઠાલાલ દવેએ ખેડૂતને જણાવેલ કે, તમોએ અરજી ન કરેલ જમીનમાં પણ સીંચાઇના પાણીનો ઉપયોગ કરેલ છે. જે અંગે તમને કાયદેસર દંડ થઈ શકે તેમ છે. પરંતુ જો દંડ ન ભરવો હોય તો રૂા.6000/- વહીવટ થાય, પણ તમે ખાલી રૂા.4000/- આપી દેજો તેમ કહી ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.

ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. રાજકોટ શહેરનો સંપર્ક કરતા ફરીયાદ આધારે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ખેડૂત સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી ટંકારાના ધૂનડા ગામે ખેડૂત પાસેથી લાંચની રૂા.4000/- ની રકમ સ્વીકારી હતી. આ વેળાએ એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એસીબી- રાજકોટ શહેર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ એલસીબી એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ.દેસાઈ રોકાયેલ હતા.

Exit mobile version