વઢવાણ ખાતે પ્રદેશ કક્ષાની ” બાલપ્રતિભા શોધ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
Morbi chakravatnews
13/3/22 ને રવિવારના રોજ વઢવાણ ખાતે પ્રદેશ કક્ષાની ” બાલપ્રતિભા શોધ” સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં અલગ અલગ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને કલા પ્રેમી હાજર રહેલ અને પોતાના ઉત્તમ કાર્યશૈલીથી તમામ લોકોને મંત્રમુગ્ધ કરેલા જેમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ પણ આપણી સંસ્કૃતિ જળવાય એવા હેતુથી અલગ અલગ સ્પર્ધાઓમાં કલાના કામણ પાથરેલ
જેમાં સાંસ્કૃતિક લોકનૃત્ય, લોકવાર્તા , દુહા છંદ, સમુહગીત, લોકવાદ્ય, લગ્નગીત, ભજન જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન થયેલ તે બદલ મોરબી રમત ગમત અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ તેમજ મોરબી જિલ્લા મેનેજર શ્રી રવિરાજ પૈજા દ્વારા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા.