Site icon ચક્રવાતNews

વવાણીયામાં 17મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ

માતૃશ્રી રામબાઇમાની જગ્યા વવાણીયા ખાતે તા. ૧૭ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી પધારવાના હોય જેથી પૂર્વ તૈયારીના ભાગરૂપે મંત્રી બ્રિજેશ મેરજાની ખાસ ઉપસ્થિતિમાં ઇન્ચાર્જ કલેકટર પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી

રામબાઇમાંની જગ્યા વવાણીયા મધ્યે આગામી તા.૧૭ મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવી રહ્યા હોઇ.તેમના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર પરાગ જે. ભગદેવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભા ખંડમાં ગત શુક્રવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા, હેલીપેડ, સ્ટેજ, ગ્રીનરૂમ, બેઠક વ્યવસ્થા ટ્રાફીક પાર્કિગ, વિજપુરવઠો, કાર્યક્રમના સ્થળે એમ્બ્યુલન્સ, મેડીકલટીમ સહિત વિવિધ વિભાગોની કામગીરી અંગે અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.

Exit mobile version