Site icon ચક્રવાતNews

વાંકાનેરની દોશી કોલેજમાં જુદા જુદા હથિયાર અને મેપ રીડિંગ માટે NCCના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ગઈકાલના રોજ એન.સી.સી.ના કેડેટોને જુદા જુદા હથિયારો વિશે માહિતગાર કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી રાયફલ કઈ રીતે કામ કરે છે ?, કેટલા ભાગમાં ખોલવામાં આવે છે ?, કઈ રીતે તેને જોડવામાં આવે છે ?, રાયફલ સાથે પરેડ, રાઇફલ સાથે સેલ્યુટ, રાઇફલ સાથે સલામી અને ફાયરિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું સહિતની બાબતો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી…


આ સાથે જ વિદ્યાર્થીઓને મેપ રીડિંગમાં કઈ રીતે મેપ સેટીંગ કરાય છે ? તેમજ કંપાસ કઈ રીતે કામ કરે છે ? તેની પૂરી માહિતી 26 ગુજરાત બટાલિયન એન.સી.સી. સુરેન્દ્રનગરથી ચાર આર્મી ઓફિસર અને એન.સી.સી. ઓફિસર કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા અને કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો

Exit mobile version